સુરેન્દ્રનગરની SOG શાખા દ્વારા સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો હેતુ જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવાના પ્રયાસોને રોકવાનો અને કાયદાનું કડક પાલન કરાવવાનો છે.
SOG સ્ટાફના જવાનોએ સુરેન્દ્રનગર સબ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને જેલના બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન, બેરેક નંબર-૦૩ માં આવેલા બાથરૂમના ઉપરના ભાગેથી સંતાડેલા બે પ્રતિબંધિત મોબાઇલ ફોન અને એક મોબાઇલ ચાર્જર મળી આવ્યા હતા.
કુલ મળી આવેલ મુદ્દામાલની કિંમત આશરે ₹ ૧,૦૦૦/- જેટલી આંકવામાં આવી છે. જેલની સુરક્ષા અને કાયદાના ઉલ્લંઘન બદલ SOG સુરેન્દ્રનગર દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો નોંધી, આગળની જરૂરી કાર્યવાહી માટે કેસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.
એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર દ્વારા સમયાંતરે ધ્રાંગધ્રા અને લીંબડી સહિતની સબ જેલોમાં આ પ્રકારના ચેકિંગ હાથ ધરીને જેલમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.આ મોબાઇલ જેલમા કોણ લાવ્યુ કેટલા સમયથી આનો ઉપયોગ થતો હતો કોની સાથે વાત થતી હતી એની તપાસ હાથ ધરાઇ
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…