સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ત્યાં અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલો લાકડાનો આખો સ્ટોક સળગાવી દીધો હતો.
વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં લાકડા બળીને ખાખ થઈ જતાં અત્યારે અગ્નિસંસ્કાર માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ડાઘુઓને અંતિમ સંસ્કાર પૂર્વે લાકડાની વ્યવસ્થા કરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ આવું હીન કૃત્ય કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…