Surendranagar

સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતાઓ ભૂગર્ભમાં: પોલીસ નોટિસ છતાં મોબાઈલ બંધ કરી ગુમ, ધરપકડની ભીતિ

સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગંભીર આરોપ હેઠળ શહેર પ્રમુખ કમલેશ કોટેચા, દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનરના પીએ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તમામ નેતાઓને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આ ચારેય નેતાઓ હાલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, આ નેતાઓએ પોલીસ પાસે લેખિતમાં 7 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તપાસ અધિકારીએ હજુ આ માંગણી સ્વીકારી નથી. નેતાઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાથી પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. લોકપ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા નેતાઓ કાયદાના ડરથી ‘અંડરગ્રાઉન્ડ’ થઈ જતાં સ્થાનિક જનતામાં પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠી રહ્યા છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago