સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એ.ટી.વી.ટી. (ATVT) કાર્યવાહક સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત ચોટીલા તાલુકાને 4 કરોડ, થાનગઢને 3.25 કરોડ અને મુળી તાલુકાને 2.25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટનો ઉપયોગ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ અને ભૂગર્ભ ગટર જેવા પાયાની સુવિધાઓના કામો માટે કરવામાં આવશે.
બેઠક દરમિયાન ધારાસભ્ય અને નાયબ કલેક્ટરે તમામ કામો પારદર્શી રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. ‘વાયબ્રન્ટ તાલુકો’ અભિગમ હેઠળ તૈયાર કરાયેલા આ પ્લાનનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની સુવિધાઓ પહોંચાડી તાલુકા પ્રોફાઈલના ગેપને પૂરવાનો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…