Subscribe for notification
Categories: Wadhwan

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વઢવાણ તાલુકાના રાજપર, મૂળચંદ, બાળા, કોઠારીયા અને મેમકા સહિતના પાંચથી વધુ ગામોમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ પશુઓ અને વન્ય જીવો પીવાના પાણીના વલખા પડી રહ્યા છે.

એક તરફ વહીવટી તંત્ર દ્વારા વિકાસના બહાને સીમ વિસ્તારના કુદરતી તળાવો પૂરીને ત્યાં સરકારી બિલ્ડિંગો અને આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ શરૂ કરી દેવાયા છે, તો બીજી તરફ માલધારીઓ માટે આખરી આશા સમાન ‘બોળાતળાવ’ હતું, પરંતુ નગરપાલિકાએ ઉનાળાની શરૂઆતે જ રિનોવેશનના નામે આ તળાવ પણ ખાલી કરી નાખતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ, વઢવાણના સીમ વિસ્તારોમાં વર્ષોથી પશુઓ માટે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હતા. પરંતુ કોઠારીયા નજીકના પાંચ જેટલા તળાવોમાં પુરાણ કરી દેવાતા પશુઓ તરસ્યા મરી રહ્યા છે.

હાલમાં અંદાજિત ૫,૦૦૦થી વધુ માલઢોર તેમજ રોજ અને નીલગાય જેવા વન્ય જીવો માટે પાણીનું એક પણ ટીપું ઉપલબ્ધ નથી. વધતી જતી ગરમી વચ્ચે પશુધન બચાવવા માટે માલધારીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટા અવાડા બનાવી તેમાં નિયમિત પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો અબોલ પશુઓના મોતની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભોગાવોનું પ્રદૂષિત પાણીથી પશુઓમાં રોગચાળાની ભીતી

ભોગાવો નદીમાં હાલ ડ્રેનેજનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. મજબૂરીવશ પશુઓ આ દૂષિત પાણી પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની શોધમાં વન્ય જીવો અને પશુઓની સાથે ૧૫૦થી વધુ માલધારી હિજરત કરવા મજબૂર બન્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago