Subscribe for notification
Categories: Limbdi

લીંબડી અને ચુડા પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, પતરા ઉડ્યા, વીજ પોલ ધરાશાયી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. 19 માર્ચ 2026 ના રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.

દિવસભરના વાદળછાયા માહોલ બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે લીંબડી શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ બોર્ડ અને પતરાના શેડ હવામાં ઉડ્યા હતા. આશ્ચર્યજનક રીતે લીંબડી સ્મશાન ગૃહનો પતરાનો શેડ પણ ઉડી જતાં વ્યાપક નુકસાન થયું છે.

ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ભલગામડા, સૌકા, ભોયકા, ઉટડી, ખંભલાવ, લીયાદ અને લાલીયાદ સહિતના ગામોમાં ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો રવિ પાક લણણીના આરે હતો, ત્યારે જ કુદરતે કહેર વર્તાવતા જગતનો તાત નારાજ જોવા મળી રહ્યો છે.

વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થતાં ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો, જેનાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક હવે હાથમાંથી જઈ રહ્યો છે. ભગુપુર અને ગોખરવાડા જેવા ગામોમાં પણ વરસાદી ઝાપટાને લીધે ખેતરોમાં પાણી ભરાયા છે.

વાવાઝોડાની આ અચાનક આવેલી આફતે લીંબડી અને ચુડા પંથકના જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ખેતીમાં થયેલા નુકસાનનો અંદાજ મેળવવો બાકી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago