Thangadh

જમીન વિવાદમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

જમીનના મનદુઃખમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર : થાનગઢ ખાતે જમીન બાબતના જૂના મનદુઃખમાં થયેલા ફાયરિંગ અને હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે.

ગત તા. ૧૨/૧૦ ના સાંજે થાનગઢના દરબારગઢ શેરી, ધોળેશ્વર સ્કૂલ સામેના વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીના મામાની જમીન બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદીના પરિવારના સભ્યોને ગાળો આપી પિસ્તોલ વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બીજો રાઉન્ડ ફરિયાદી તરફ તાક્યો હતો, જે મિસ ફાયર થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના દાદાને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમને સાત ટાંકા આવ્યા હતા, અને તલવાર વડે ફરિયાદીના જમણા હાથના પંજા પર ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી. આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

થાનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ થાનગઢ પી.આઈ. વી.કે. ખાટ સાહેબની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સીંધવ, રાહુલભાઈ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર અને મેહુલભાઈ ઉર્ફે ઘોધો બહાદુરભાઈ ધોળકીયા (તમામ રહે. થાનગઢ) ને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. પોલીસે તેમની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago