પાટડીના કલાળા દરવાજા અનેવડવાળા હોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય,
દારુની બોટલો દારુબંધીના દાવા પોકળ જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કર્યો
પાટડી સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે શહેરમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે. કલાળા દરવાજા અને વડવાળા હોલ વચ્ચે એક વર્ષે પહેલા એક પાણીનો ઘાટ હતો જે હાલમા બંધ હાલતમા છે આસ્થળની હાલત અત્યંત દયનીય છે. એક નાગરિક દ્વારા બનાવવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યાં અગાઉ પાણીનો ઘાટ હતો, ત્યાં આજે કચરા અને ગંદકીના ઢગલા પડ્યા છે નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓ પોકળ સાબીત થય રહ્યા છે
વિડિયોના માધ્યમથી એક સ્થાનિક વ્યક્તિઆ વિસ્તારની ખરાબ હાલત દર્શાવતા સત્તાવાળાઓ પર સવાલ ઉઠાવે છે. તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વર્ષોથી આ જગ્યા પર કચરો અને ગંદકી છે. તેઓ તૂટેલી પાઈપો, પ્લાસ્ટિકની કોથળીઓ, દારૂ અનેક કંપનીઓની બોટલો અને અન્ય ગંદકી તરફ ધ્યાન દોરે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે કચરાના ઢગલામાંથી દારૂની બોટલો અને બીયરના ટીન પણ જોવા મળે છે. વિડિયોમાં બોલનાર વ્યક્તિ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવવા બદલ આશ્ચર્ય વ્યક્ત કરે છે. તેઓ સરકારના ‘ગાંધીના ગુજરાતમાં દારૂબંધી’ના દાવાઓ અને ‘સ્વચ્છતા અભિયાન’ની સફળતા પર સીધો સવાલ ઉઠાવે છે.
તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આક્રોશ વ્યક્ત કરે છે. ત્યારે
સ્થાનિક નાગરિકો તંત્રને વિનંતી કરી છે કે માત્ર વાતો કે રેલીઓ કરવાને બદલે, જ્યાં ગંદકી છે અને લોકો તકલીફમાં છે, ત્યાં તાત્કાલિક સ્વચ્છતા કરાવીને કચરો દૂર કરવામાં આવે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…