Chotila

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

ચોટીલાના દેવસર (Devsar) ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક સમૂહ લગ્ન (Mass Marriage) માં થયેલી માથાકૂટનો ખાર રાખીને શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા નામના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો.

ભોગ બનનાર યુવક જ્યારે પોતાનું ટ્રેક્ટર (Tractor) લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાજાવડ ગામના ચાર શખ્સોએ તેને અટકાવી બોલાચાલી કરી હતી.

જોકે, તે સમયે શૈલેષભાઈ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ બાદમાં ગામની એક દુકાન પાસે આ શખ્સોએ ફરી તેમને ઘેરી લીધા હતા. “તે દિવસે તો સમૂહ લગ્નમાં ભીડ હતી એટલે બચી ગયો, પણ આજે તને જીવતો નથી છોડવો” તેમ કહી આરોપીઓએ કુંડલીવાળી લાકડી (Stick) અને પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં યુવકને હાથે ફેક્ચર (Fracture) જેવી ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. ચોટીલા પોલીસે (Police) ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ (Investigation) હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago