સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે લીંબડીની શિયાણી (Shiyani) જિલ્લા પંચાયત બેઠક પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ભાજપના જ ઉમેદવાર ભગીરથસિંહ રાણા એ પોતાની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ (Party Workers) સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો (Political Heat) આવી ગયો છે.
ભગીરથસિંહનો આક્ષેપ છે કે ભાજપના કેટલાક નેતાઓ “દિવસે કેસરીયો પહેરી પ્રચાર (Campaign) કરે છે અને રાત્રે કોંગ્રેસ (Congress) ના કાર્યાલય પર જઈને બેઠકો કરે છે.” આ અંગેનો એક વીડિયો વાયરલ (Viral Video) થતા ભાજપના આંતરિક ડખ્ખા સપાટી પર આવ્યા છે.
ઉમેદવારના જણાવ્યા મુજબ, કાર્યકર્તાઓ દિવસે તેમની સાથે ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાય છે, ભાજપની રણનીતિ (Strategy) જાણે છે અને રાત્રિના સમયે આ તમામ ગુપ્ત વિગતો વિરોધ પક્ષના ઉમેદવારોને સપ્લાય (Supply) કરે છે.
આ “ભીતરમાં ભડકા” જેવી સ્થિતિને કારણે ખુદ ભાજપના ઉમેદવાર ચિંતામાં મુકાયા છે. તેમણે પક્ષના મૌવડી મંડળ (High Command) પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. સુરેન્દ્રનગરના રાજકારણમાં આ વિડિયો અને આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…