Wadhwan

વઢવાણના બાળા ગામે રેલવે વિભાગે વર્ષો જૂનો રસ્તો બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં: કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા ગામે રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બાળા રેલવે સ્ટેશનની બાજુમાંથી પસાર થતો આ માર્ગ ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે. કારણ કે, આ રસ્તેથી 40 થી 50 જેટલા ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને અન્ય વાહનો લઈને ખેત પેદાશોની હેરફેર કરે છે. છેલ્લા 1 વર્ષથી આ માર્ગ બંધ હોવાથી ખેડૂતો અને ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે વિભાગ દ્વારા આ રસ્તા પર લોખંડની એંગલો ખોડી અને પતરા લગાવીને માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમસ્યાના કાયમી નિવારણ અને જગતના તાતને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ગ્રામજનો મેદાને આવ્યા છે.

બાળા ગામના અગ્રણીઓ નયનભાઈ રોજાસરા, હર્ષદ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા અને દશરથસિંહ ચાવડા સહિતના લોકોએ એકઠા થઈ સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે, આ વર્ષો જૂનો રસ્તો તાત્કાલિક ધોરણે ખુલ્લો કરવામાં આવે જેથી તેઓ ખેતીકામ અને માલસામાનની હેરફેર સરળતાથી કરી શકે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago