Chotila

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

ચોટીલા તાલુકાના અકાળા ગામે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના આડા સંબંધના જૂના મનદુઃખમાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ પરાલીયા નામના યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે તેમની સાથે રહેલા દેવકરણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મૃતક અરવિંદભાઈ અને દેવકરણભાઈ મોટરસાયકલ પર વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલીયા અને વિપુલ ઉર્ફે વેલાભાઈ લાલાભાઇ પરાલીયાએ તેમને રસ્તામાં આંતર્યા હતા. હુમલાખોરોએ લાકડી અને છરી જેવા ધારદાર હથિયારો વડે અરવિંદભાઈ પર તૂટી પડ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ અને છરીના ઘા વાગવાના કારણે અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર કૃત્ય આચર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આશરે 5 થી 6 વર્ષ પહેલા મૃતકની પત્ની જશુબેન સાથે આરોપી અરવિંદ ઉર્ફે એભલભાઈને આડા સંબંધો હતા. જે બાબતે તે સમયે મોટો ઝઘડો થયો હતો. આ જૂની અદાવત રાખીને જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે બંને હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago