Wadhwan

વઢવાણના ગુંદિયાળામાં જળ સંકટ: 15 દિવસથી પાણી કાપને પગલે ગ્રામજનોમાં ભારે રોષ

વઢવાણ તાલુકામાં આવેલા ગુંદિયાળા ગામે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ગ્રામજનોને ટીપે ટીપે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં ધોળીધજા ડેમમાંથી પાઈપલાઈન દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 15 દિવસથી પાણી ખેંચવાની ઈલેક્ટ્રીક મોટર બગડી ગઈ હોવાના કારણે પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

તંત્રની નિષ્ફળતાના કારણે હાલ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સ્થિતિ અત્યંત દયનીય બની છે. એક તરફ સરકાર દ્વારા ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજનના દાવા કરવામાં આવે છે. પરંતુ ગુંદિયાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

અહીંના સંપમાં પાણી પહોંચાડતી મોટર રિપેર કરવામાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. બીજી તરફ, નર્મદા કેનાલોમાં પણ રિપેરીંગ કામ ચાલતું હોવાથી કેનાલનું પાણી પણ બંધ છે. જેના કારણે ગામમાં પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત બચ્યો નથી.

પાણીના અભાવે ગામની મહિલાઓને માથે બેડા લઈને અન્ય ગામો સુધી ભટકવું પડી રહ્યું છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા હાલ નાછૂટકે બોરનું ખારું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અશુદ્ધ પાણી પીવાને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.

ગ્રામજનોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે, જો આગામી દિવસોમાં ધોળીધજા ડેમમાંથી મોટર રિપેર કરી પાણીનો પુરવઠો યથાવત કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલમાં આખું ગામ પાણી માટે ત્રાહિમામ પોકારી રહ્યું છે. અને વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ દિશામાં પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ઉનાળાની 40 ડિગ્રીથી વધુ ગરમીમાં પાણી વગર પશુઓ અને માનવીઓની હાલત કફોડી બની ગઈ છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago