Wadhwan

દેદાદરા નજીક જુગારધામ પર રોડા: અધૂરો મુદ્દામાલ દર્શાવતા વઢવાણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

Gambling Raid : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામ નજીક ચાલી રહેલા જુગારધામ પર વઢવાણ પોલીસે દરોડા (Gambling Raid) પાડીને કુલ 8 જુગારીઓની અટકાયત કરી છે. પોલીસ ચોપડે દર્શાવ્યા અનુસાર, દરોડા દરમિયાન 1 રિક્ષા અને ₹20,000 ની રોકડ સહિત કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ રેડ દરમિયાન દેવાભાઈ જાદવ, વનરાજસિંહ ડોડીયા, સુખદેવ ચૌહાણ, રમેશ રાઠોડ, રાકેશ દેગામડીયા, દીપક દેગામડીયા, વિશાલ કુંતીયા અને નરેશ નંદાની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ આખી કાર્યવાહીમાં પોલીસે અધૂરો મુદ્દામાલ દેખાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સામાન્ય રીતે જુગારના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરવાનો નિયમ હોવા છતાં, વઢવાણ પોલીસે એકપણ આરોપીનો મોબાઈલ જપ્ત કર્યો ન હતો.

નવાઈની વાત એ છે કે, ધરપકડ બાદ પોલીસ દ્વારા પાડવામાં આવેલા આરોપીઓના ફોટો સેશન દરમિયાન પણ જુગારીઓના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન સ્પષ્ટપણે નજરે પડતા હતા.

પોલીસને આ મોબાઈલ કેમ ન દેખાયા અને તે જપ્ત કેમ ન કરાયા, તેની સામે અનેક સવાલો ઊભા થયા છે. વઢવાણ પોલીસની આ શંકાસ્પદ બેદરકારીને પગલે, જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી ચર્ચા હાલ પંથકમાં જોરશોરથી ચાલી રહી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago