થાનગઢ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને રાજાશાહી સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની ફોરેસ્ટ ઓફિસ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.
લાંબા સમયથી જાળવણીના અભાવે આ ઓફિસના બારી-બારણા તૂટી ગયા છે અને મુખ્ય દરવાજો ગાયબ થતા આ સ્થળ અસામાજિક તત્વો અને ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના રહીશોની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરવાજો ન હોવાથી લોકો અહીં કચરો અને મૃત પશુઓ ફેંકી જાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
જોકે, આરએફઓ રાજાનીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ જર્જરિત ઓફિસની સફાઈ કરાવીને મુખ્ય દરવાજાને તાળું મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…