પાટડી તાલુકાના એક ગામમાં મજૂરી અર્થે આવેલી 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે.
મૂળ મધ્ય પ્રદેશની આ મહિલા પોતાના પતિ સાથે ખેતરમાં ભાગીદારીમાં જીરાના પાકની મજૂરી કરી રહી હતી. બનાવના દિવસે બપોરે 12 વાગ્યાના સુમારે જ્યારે મહિલા ખેતરમાં એકલી જીરું ઉપાડી રહી હતી, ત્યારે આરોપીએ આ કૃત્ય આચર્યું હતું.
આરોપી રવીભાઈ રાજેશભાઈએ મહિલાને એકલી જોઈ તેની પર બળજબરી કરી હતી. આ નૃશંસ કૃત્ય બાદ આરોપીએ મહિલાને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવીને આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…