સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો સેનિટરીવેરનો લાખો રૂપિયાનો તૈયાર માલ (Stock) બળીને ખાખ થઈ ગયો છે. ઉદ્યોગકારોએ વિદેશ નિકાસ (Export) માટે સંગ્રહ કરેલો માલ નાશ પામતા મોટું આર્થિક નુકસાન થયું છે.
આગની તીવ્રતા એટલી વધુ હતી કે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ થાનગઢ, ચોટીલા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડ (Fire Brigade) ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short Circuit) હોવાનું અનુમાન છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સીરામીક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…