લીંબડીના ફૂલનાથ ટાઉનશીપમાં રહેતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન કિરણકુમાર ચૌહાણે પોતાના સાસરી પક્ષ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષ ૨૦૧૫માં ભોયકા ગામના કિરણકુમાર જેઠાભાઇ ચૌહાણ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા લક્ષ્મીબેનને લગ્નના થોડા સમય બાદથી જ સાસરીયાઓ દ્વારા કરિયાવર બાબતે મેણા-ટોણા મારી હેરાન કરવામાં આવતા હતા.
ફરિયાદ મુજબ, લક્ષ્મીબેનના પતિ કિરણ ચૌહાણે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખી મૈત્રી કરાર કરી લીધા હતા. આ બાબતે પત્નીએ વિરોધ કરતા પતિએ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ ઘરકંકાસમાં સાસુ કનુબેન, સસરા જેઠાભાઈ અને જેઠ મહેન્દ્રભાઈ પણ પક્ષપાત કરી લક્ષ્મીબેનને માનસિક રીતે પીડા આપતા હોવાનું ખુલ્યું છે. પરિણીતાની ફરિયાદના આધારે લીંબડી પોલીસે ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…