Thangadh

મોરથાળા ગામની શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

Morthala School Teacher Shortage | થાન તાલુકાના મોરથાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને કારણે 600 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. થાનથી 7 km દૂર આવેલી આ શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે માત્ર 10 થી 12 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે.

મોરથાળા ઉપરાંત આસપાસના સારસાણા, સરોડી, અનંતપર અને લાખા ગામના બાળકો પણ અહીં અભ્યાસ અર્થે આવે છે, પરંતુ પૂરતા શિક્ષકોના અભાવે અભ્યાસક્રમ સમયસર પૂરો થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.

હાલ શાળામાં રૂ. 3 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, ત્યારે વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે નવી ઇમારતની સાથે પૂરતા શિક્ષકોની પણ વહેલી તકે નિમણૂક કરવામાં આવે.

આ ઉપરાંત, ગામમાં ધોરણ 9 થી આગળના અભ્યાસ માટે માધ્યમિક શાળા શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

હાલ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રોજ થાન જવું પડે છે. થાન તાલુકા પંચાયત સભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી મોરથાળા શાળામાં ઘટતી શિક્ષકોની જગ્યાઓ ત્વરિત ભરવા માંગ ઉઠાવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

20 hours ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

23 hours ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

23 hours ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

1 day ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

1 day ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

1 day ago