Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની ‘સિરોઈ’ તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે હાથબત્તીના અજવાળે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમાના તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો (Gambling Raid) પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ તમામ 13 શખ્સો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રોકડ રૂ. 75,200, છ મોબાઇલ ફોન (કિંમત રૂ. 30,000), એક હાથબત્તી (કિંમત રૂ. 100) અને ગંજીપાનાના 52 પત્તા મળી કુલ રૂ. 1,05,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા શખ્સો (1) ભરતભાઈ ભગાભાઈ રાણેલા (2) સમરતભાઈ છનાભાઈ તેરવાડીયા (3) પેમાભાઈ હરજીભાઈ ધામેચા (4) સચીનભાઈ રમેશભાઈ રંભાણી (5) રમજાનભાઈ ઉર્ફે ટીનો બચુભાઈ સીપાઇ (6) સંજયભાઈ ભુપતભાઈ રંભાણી (7) સુરેશભાઈ શામજીભાઈ મહાલીયા (8) સનેશભાઈ ઉર્ફે સનો મેરુભાઈ પંચાસરા (9) ગોપાલભાઈ રણછોડભાઈ ગોલતર (10) રમેશભાઈ રાણાભાઈ ગમારા (11) હરેશભાઈ ભગવાનભાઈ ઘાંઘર (12) ચેતનભાઈ મુમાભાઈ મેવાડા (13) હર્ષદભાઈ ઘોઘાભાઈ ચૌહાણ
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…
Dasada Liquor Raid | સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત…