Lakhtar

લખતરમાં રેન્જ આઈ.જી.ની ટીમનો દરોડો: રહેણાંક મકાનમાંથી 30 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજકોટ રેન્જ આઈ.જી. (Range IG) નિર્લિપ્ત રાયની ટીમે લખતર શહેરી વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે લખતરની સુથાર શેરીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન ઈમરાન ઉર્ફે મશાલ હબીબશા અને શાહરૂખશા હબીબશા દ્વારા છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડામાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 7163 દારૂની બોટલો અને 1080 બીયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા મુદ્દામાલમાં રૂ.29,75,292 ની કિંમતનો દારૂ તથા રૂ.70,000 નું બાઇક મળીને કુલ રૂ.30,45,892 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે.

આ કેસમાં મદદગારી કરનાર મોઈન મુસ્તુફા અને હિરાભાઈ ભરવાડ સહિતના શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ રેડને કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago