સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ ચોરી ડામવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચુડા તાલુકાના ભાણેજડા ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત વીજ વિભાગની 20 જેટલી ટીમો એકસાથે ત્રાટકી હતી.
જિલ્લાભરમાં કુલ 39 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાંથી અડધાથી વધુ ટીમો માત્ર ભાણેજડા ગામમાં ઉતારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.
ભાણેજડા ગામમાં કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કુલ 189 વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 32 જેટલા કનેક્શનમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાતા તંત્ર દ્વારા કુલ 14.72 લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.
માત્ર ભાણેજડા જ નહીં, પરંતુ આસપાસના કોરડા ગામમાં પણ વીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. કોરડામાં ઘરવપરાશના 156 અને વાણિજ્ય હેતુના 5 જોડાણો તપાસતા 19 સ્થળોએ ચોરી પકડાઈ હતી, જ્યાં 12.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, જિલ્લાના ભાડલા, હડાળા, દેવપરા અને ચુડા વિસ્તારમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીના આંકડા જોઈએ તો, વીજ વિભાગે કુલ 664 એકમોનું ચેકિંગ કર્યું હતું. જેમાંથી 101 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી.
આ તમામ કિસ્સાઓમાં કુલ 45.12 લાખ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલની આ આક્રમક કામગીરીને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…