Chuda

સુરેન્દ્રનગર લેક્ટરે ચુડાના વેળાવદર આંગવાડી મુલાકાત લીધી, ભોજનનો સ્વાદ ચાખ્યો

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી દ્વારા ચુડા તાલુકાના વેળાવદર ગામે આવેલી આંગણવાડીની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન કલેક્ટરે આંગણવાડીના બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાની જાતે ચકાસણી કરી હતી. તેમણે ખુદ ભોજનનો સ્વાદ માણીને આહાર પૌષ્ટિક અને બાળકો માટે યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરી હતી.

મુલાકાત દરમિયાન આંગણવાડીમાં બાળકોની હાજરી ઓછી જણાતા કલેક્ટરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સંચાલકોને આગામી દિવસોમાં વધુમાં વધુ બાળકો હાજર રહે અને સરકારી યોજનાઓનો લાભ લે તે માટે સૂચના આપી હતી. આ ઉપરાંત બાળકોને સમયસર અને ગુણવત્તાસભર પૌષ્ટિક આહાર મળી રહે જેથી વિસ્તારનું કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેવી ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

કલેક્ટરની આ અચાનક મુલાકાતથી આંગણવાડીના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન તેમણે આંગણવાડીમાં હાજર બાળકો સાથે પણ વાતચીત કરીને વિવિધ વિગતો મેળવી હતી. કલેક્ટરે આંગણવાડી સંચાલકોને ભોજનની ક્વાલિટીમાં સતત સુધારો લાવવા અને યોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

4 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

4 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

4 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

4 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

4 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

4 days ago