Categories: Patdi

પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-અગરિયાઓને ભારે નુકસાન: વળતર માટે મામલતદારને આવેદન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો અને અગરિયાઓની કમર તોડી નાખી છે. પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આ કુદરતી આફતથી થયેલા વ્યાપક નુકસાન અંગે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા ઇસબગુલ, ઘઉં, ચણા, વરિયાળી અને રાયડા જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેનાથી જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે.

બીજી તરફ, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત પણ અત્યંત કફોડી બની છે. વાવાઝોડાને કારણે અગરિયાઓએ તૈયાર કરેલું મીઠું ધોવાઈ ગયું છે અને તેમની સોલાર પ્લેટો તેમજ ઝૂંપડીઓને મોટું નુકસાન થયું છે. આ આખી સીઝનની મહેનત પાણીમાં જતાં અગરિયા પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ અગરિયાઓ માટે ખાસ સહાય પેકેજ જાહેર કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago