Surendranagar Farmers Protest : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પાવર ગ્રીડ (Power Grid) કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરવાની ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
હાલના તબક્કામાં સુરેન્દ્રનગર, મોરબી (Morbi) અને સાણંદ (Sanand) પંથકમાં પાવર ગ્રીડ કંપની (Power Grid Company) દ્વારા ખેડૂતોને પૂરતું વળતર (Compensation) ચૂકવ્યા વિના, ખેતરોમાં બેફામ ખોદકામ કરીને દાદાગીરીથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અન્યાય સામે પોતાના હક્ક માટે ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે, અને કિસાન કૉંગ્રેસ (Kisan Congress) પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઈ છે.
આ વિવાદને પગલે ખેડૂતો અને કૉંગ્રેસના (Congress) આગેવાનોએ સુરેન્દ્રનગરના જૈનાબાદ-બહુચરાજી હાઈવે (Zainabad-Becharaji Highway) પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું અને હાઈવે ચક્કાજામ (Chakka Jam) કરી દીધો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને જમીનનું પૂરતું વળતર આપવામાં આવે, સત્તાવાળાઓ દ્વારા થતી દમનગીરી બંધ થાય અને કંપની નિર્ધારિત કોરિડોરમાં (Corridor) રહીને જ કામગીરી કરે.
આ ઉપરાંત ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે. હાઈવે પર ચક્કાજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસની (Dasada Police) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતો અને નેતાઓ મક્કમ રહેતા આખરે હાઈવે ચક્કાજામ કરનાર કૉંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
અટકાયત કરાયેલા તમામ લોકોને દસાડા પોલીસ સ્ટેશન (Police Station) ખાતે નજરકેદ રાખવામાં આવ્યા છે. વીજપોલના મુદ્દે ખેડૂતોના આ આક્રમક તેવર બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આ મામલે ગરમાયેલું રાજકારણ (Politics) વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…