Vanod GIDC Visit | પાટડી (Patdi) અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને સ્થાનિક સ્તરે જ રોજીરોટી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વર્ષ 2017મા વણોદ ગામ નજીક એક મોટી GIDC ની (Vanod GIDC) સ્થાપના કરવામાં આવી હતી.
આ ઉદ્યોગ નગરમાં રોડ-રસ્તા, પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ અને પ્લોટ ફાળવણી સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જો કે, અત્યંત ખેદજનક બાબત એ છે કે સ્થાપનાના 9 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિવસ સુધી અહીં પૂરતા પ્રમાણમાં ઉદ્યોગો આવ્યા નથી અને જીઆઇડીસી હજુ સુધી કાર્યરત થઈ શકી નથી.
વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે અગાઉ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે GIDC ના નામે કીમતી જમીનો હડપ કરવામાં આવી છે અને ઉદ્યોગપતિઓને જમીન ફાળવાઈ હોવા છતાં એકમો શરૂ થયા નથી.
આ ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને ધ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર (Surendranagar Collector) જી. એચ. સોલંકી (G H Solanki)એ તાજેતરમાં પાટડી પ્રાંત અધિકારી, સ્થાનિક કર્મચારીઓ અને અગ્રણીઓને સાથે રાખીને વણોદ GIDCની રૂબરૂ મુલાકાત લીધી હતી.
કલેક્ટરે સ્થળ પર બનેલા સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરીને કડક આદેશ આપ્યા હતા કે જે લોકોને પ્લોટો ફાળવી દેવામાં આવ્યા છે તેઓ તાત્કાલિક ધોરણે પોતાના ઔદ્યોગિક એકમો શરૂ કરે, જેથી સ્થાનિક બેરોજગારોને રોજગારી મળી શકે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…