Surendranagar

મૂળીમાં 300થી વધુ ખેત મજૂરોની વિશાળ રેલી: પાક નુકસાનીમાં ‘ભાગિયા’ મજૂરોને સહાય આપવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાન મામલે પાક નુકસાનીની સહાય ચુકવવાની માંગ સાથે ૩૦૦ જટેલા ખેત મજૂરો મુળીમાં રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેન આપ્યું હતું. ખેત મજૂરોએ કહ્યું કે સરકારે ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ આપ્યું પણ રાત-દિવ્ય પરસેવો પાડતા મજૂરો હજુ વંચિત કેમ રખાયા. સરકાર ખેડૂતોની જેમ અલગ બજેટ ફાળવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલા અનરાધાર વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સ્થિતિએ કૃષિ ક્ષેત્રને પાયમાલ કરી દીધું હતું. કપાસ, તલ, મગફળી અને શાકભાજી જેવા તૈયાર પાકો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોની આજીવિકા પર પણ મોટો ફટકો પડયો હતો. ખેડૂતોની રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આથક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના આશરે ૧.૯૦ લાખ ખેડૂતોને આ સહાય ચૂકવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે, પરંતુ ખેતરોમાં ભાગવી ખેતી કરતા હજારો ખેત મજૂરો આ સહાયથી સંપૂર્ણપણે વંચિત રહી ગયા છે, જેને લઈને હવે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યપ્રદેશ, ગોધરા અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી હજારો શ્રમિકો આવીને ‘ભાગવી ખેતી’ કરે છે. સામાન્ય રીતે આ પદ્ધતિમાં ૭૦ ટકા હિસ્સો ખેડૂતનો અને ૩૦ ટકા હિસ્સો મજૂરનો હોય છે. જ્યારે પાક નિષ્ફળ જાય છે, ત્યારે મજૂરોની મહેનત અને તેમના ભાગે આવતી આવક બંનેમાંથી હાથ દોવાનો વારો આવે છે. જિલ્લામાં આવા ૧૦,૦૦૦થી વધુ ખેત મજૂરો છે જેમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મૂળી તાલુકામાં ૩૦૦થી વધુ ખેત મજૂરોએ એકત્રિત થઈ વિશાળ રેલી યોજી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીમાં મજૂરોએ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સરકાર ખેત મજૂરો માટે અલગથી બજેટ ફાળળેઃ મજૂર આગેવન ખેત મજૂર આગેવાન અજય ભુરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી છે તે આવકાર્ય છે, પરંતુ જે મજૂર ૩૦ ટકાના ભાગે આખું વર્ષ ખેતરમાં મહેનત કરે છે તેના માટે કોઈ વિચારણા કરવામાં આવી નથી. સરકાર મજૂરો માટે અલગથી બજેટ ફાળવે તેવી અમારી માંગ છે.’ આ લડતમાં ખેડૂતોએ પણ મજૂરોને સમર્થન આપ્યું છે.

વળતર નહીં ચૂકવે તો ભવિષ્યમાં ખેત મજૂરો નહીં મળેઃ ખેડૂત અગ્રણી ખેડૂત અગ્રણી અશોક પટેલે જણાવ્યું કે, ખેત મજૂરોની હાલત ચાલુ વર્ષે અત્યંત ખરાબ છે, જો તેમને વળતર નહીં મળે તો આગામી સમયમાં ખેતીકામ માટે મજૂરો મળવા મુશ્કેલ બનશે. જો સરકાર આગામી દિવસોમાં મજૂરો માટે હકારાત્મક નિર્ણય નહીં લે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago