Muli

મુળીના ધોળિયા ગામે ગેરકાયદે કોલસાના ખનન મામલે 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

Muli Illegal Mining | ગત 30 જુલાઇ 2025ના રોજ મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદે કાર્બોસેલ (કોલસો) ખનનનો પર્દાફાશ થયો હતો, જે કેસમાં મુળી મામલતદાર દ્વારા 04 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 6 મહિના પહેલા કરાયેલા દરોડામાં સ્થળ પરથી ગેરકાયદેસર ખનનમાં વપરાતા ચાર ટ્રેક્ટર, કમ્પ્રેસર સહિત ફૂલ રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કૂવામાંથી 38 મજૂરોને બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થયેલ ફરિયાદ

1: ભરતભાઈ ગોવિંદભાઈ સારલા રહે.પલાસા તા.મુળી

2: સુનિલભાઈ હનાભાઇ ફીસડીયા રહે.પલાસા તા.મુળી

3: અનકુભાઈ ભુપતભાઈ થેરસા રહે.ધોળીયા તા.મુળી

4: રઘુભાઈ છનાભાઈ નદીસાળીયા રહે.ખાખરાળા તા.મુળી

સાત કૂવાઓ ઝડપાયા હતા

મહત્વનું છે કે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર મૂળી આર.ડી.પટેલની સંયુક્ત ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 12/1/1 વાળી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલ કાઢતા સાત કૂવાઓ ઝડપાયા હતા. જેમાંથી કૂવાઓમાંથી ચારમાં ફસાયેલા 38 મજૂરો સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવ્યા હતા. 36 લાખનો મુદ્દામાલ ઝડપી તેને મામલતદાર કચેરી મુળી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ બેફામ ખનન

6 મહિના જૂના કેસમાં આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017ના નિયમ 21(3) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો ભંડાર છે, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે. ખાસ કરીને મુળી પંથકમાં કાર્બોસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદે ખનન બેફામ થતાં તેને ડામવાના પ્રત્યનો ચાલી રહ્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

6 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

9 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

9 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

10 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

10 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

10 hours ago