Surendranagar

સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો અમદાવાદ ટુર્નામેન્ટમા વિજય થયો

સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો અમદાવાદ ટુર્નામેન્ટમા વિજય થયો .

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદ એવેન્જર ગ્રુપ દ્વારા ઓલ ગુજરાત સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન થયેલ તેમા જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમા પૂર્વ ચેમ્પિયન બરોડા ની ટીમને કારમો પરાજય આપી ચેમ્પિયન બનેલ.

તેને અનુલક્ષી શહેરની હોટેલમા ટીમનો સત્કાર સમારંભ યોજેલ જેમા આપણા સુરેન્દ્રનગર ના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા તેમજ લાયન્સ કલબ ઓફ ક્રાઉન સુરેન્દ્રનગરના દિગ્વિજયસિંહ ચુડાસમા ઉપસ્થિત રહીને ફાઇનલ મા બેસ્ટ પ્રદર્શન કરનાર ટીમના ખેલાડીઓ જેમા બેસ્ટ બેસ્ટમેન અમ્રતસિંહ મકવાણા બેસ્ટ બોલર વનરાજસિંહ પરમાર બેસ્ટ ફિલ્ડર તથા સીરીઝ ઓફ ધ ટુર્નામેન્ટ ભગીરથસિંહ ચુડાસમા તથા બેસ્ટ વિકેટકીપર પી.પી. જોશી તથા ટીમના કેપ્ટન જે.પી. રાણા ને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન તથા સુંદર કેપ્ટનશીપ કરવા બદલ મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવ્યા તથા પૂરી ટીમને મેડલ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

અને સુરેન્દ્રનગર ખાતે આવનારા ડિસેમ્બર મહિનામા ઓલ ઇન્ડિયા લેવલની સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બાબતે પણ ચર્ચા કરવામા આવી.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago