Limbdi Highway Accident | અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે હાઈવે પર ઉભેલી એક બંધ ટ્રક પાછળ પાણશીણા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ અકસ્માત (Accident) એટલો જોરદાર હતો કે, એમ્બ્યુલન્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્દનસીબે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સના પાયલોટ (ડ્રાઇવર) સહિત ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બંને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…