Chotila

ચોટીલાના ધારેઈ તળાવમાંથી ગેરકાયદે માટી ખનન ઝડપાયું: રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા ધારેઈ ગામના તળાવમાંથી મોટા પાયે ગેરકાયદેસર સાદી માટીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ બાબતને ગંભીરતાથી લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે ઘટનાસ્થળે આકસ્મિક રેઇડ પાડી હતી. આ ઓપરેશન દરમિયાન તળાવમાંથી ગેરકાયદેસર માટીનું ઉત્ખનન રંગેહાથ ઝડપાઈ ગયું હતું.

તંત્રની ટીમે કડક કાર્યવાહી કરીને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું વહન કરતા 1 જેસીબી (JCB) અને 2 ટ્રેક્ટર ટ્રોલી કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા આ તમામ વાહનો મળીને કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવા બદલ ઝડપાયેલા વાહનોના માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સહિતના કડક કાયદાકીય પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago