ગુજરાત સરકાર (Government) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની યોજનાઓ ચલાવવાના દાવા વચ્ચે લીંબડી તાલુકાના મોટી કથેચી ગામે સરકારી તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે.
ગામમાં પીવાના પાણીની (Drinking Water) વિકટ સમસ્યા અંગે ગ્રામજનો છેલ્લા 2 વર્ષથી પાણી પુરવઠા વિભાગ, વાસ્મો (WASMO) અને પંચાયતોના ધક્કા ખાઈ રહ્યા હતા. નેતાઓ અને બાબુઓએ માત્ર વાયદા આપતા આખરે ગ્રામજનોએ સરકારી મદદની આશા છોડી દીધી હતી.
ગામમાં સંપ હોવા છતાં વિતરણ માટે માત્ર 2 જ ઝોન અને 2 વાલ્વ હોવાથી ઘર સુધી પાણી પહોંચતું નહોતું. આ પરિસ્થિતિમાં સામાજિક કાર્યકર (Social Worker) ખલીલ સમા અને આગેવાનો આગળ આવ્યા હતા.
તેમણે લોકફાળો (Public Contribution) એકત્ર કરી, ‘જાત મહેનત ઝીંદાબાદ’ ના સૂત્ર સાથે સ્વખર્ચે 600 ફૂટ લાંબી પીવીસી (PVC) પાઇપલાઇન નાખી દીધી હતી. ગ્રામજનોના આ ભગીરથ પ્રયાસથી પાણીની હાડમારીનો કાયમી અંત આવ્યો છે, જે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય (Topic of Discussion) બન્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…