સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે, LCB સુરેન્દ્રનગરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી ‘ખૂનની કોશિશ’ ના ગુંન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી લીધો છે. LCB સ્ટાફના એ.એસ.આઇ. અસ્લમખાન અયુબખાન મલેકને હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે યુવરાજસિંહ ઉર્ફે પપ્પુભાઇ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૪૨, રહે. મયુરભવન, નરશીપરા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રા સિટી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઝડપાયેલ શખ્સ યુવરાજસિંહ ઝાલા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ખૂનની કોશિશ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો. ઝડપાયેલ ઈસમ નિવૃત્ત આર્મીમેન ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી શખ્સનો કબજો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…