Surendranagar Awas Yojana | સુરેન્દ્રનગર (Surendranagar) મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરી વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે.
શહેરમાં કરોડો રૂપિયાનું બજેટ (Budget) હોવા છતાં, રોડ-રસ્તા, નિયમિત પીવાનું પાણી (Drinking Water) અને સ્વચ્છતા (Cleanliness) જેવી પ્રાથમિક સુવિધાઓનો (Basic Amenities) મોટો અભાવ જોવા મળી રહ્યો છે. તંત્રની આ નિષ્ક્રિય કામગીરીને કારણે સ્થાનિક કરદાતાઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.
આવો જ એક ગંભીર કિસ્સો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipality) દ્વારા સંચાલિત આવાસ યોજનામાં (Awas Yojana) સામે આવ્યો છે. શહેરની ફિરદોષ સોસાયટી (Firdosh Society) નજીક આવાસ યોજના અંતર્ગત 4 માળના મકાનો (4 Storey Buildings) બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાળવવામાં આવ્યા છે.
જોકે, આ વિસ્તારમાં હાલ પીવાનું પૂરતું પાણી જ નથી મળી રહ્યું, જેના કારણે લોકોને મોંઘા ભાવે પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત, આખોય વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, અને તંત્રના વાંકે સ્થાનિકો પોતે જ ગંદકી સાફ કરવા મજબૂર બન્યા છે.
આ સરકારી આવાસમાં હાલ અંદાજિત 200 થી વધુ પરિવારો (Families) વસવાટ કરે છે. પ્રાથમિક સુવિધાઓના આ ગંભીર અભાવ મુદ્દે ત્રસ્ત બનેલા સ્થાનિકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને (Government Officials) લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
સ્થાનિકોએ આ વિસ્તારમાં તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવા તેમજ સ્વચ્છતા અને ભૂગર્ભ ડ્રેનેજ (Underground Drainage) લાઈનની પ્રોપર સાફ-સફાઈ કરાવવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા રહિશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમને આ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે, તો તેઓ ઉગ્ર આંદોલનનો (Protest) માર્ગ અપનાવશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…