લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે સવારે લખતર અને કડુ ગામ વચ્ચે આવેલા ગેથળા હનુમાનજી મંદિર પાસે એક આઈશર અને બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી કેરી ભરીને વિરમગામ તરફ જઈ રહેલી બોલેરો પીકઅપ ગાડી રોડની સાઈડમાં ઉભેલા આઈશર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ આઈશર પંચર પડવાના કારણે હાઈવે પર ઉભું રાખવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં બોલેરો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…