Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લખતર હાઇવે પર LCBનો સપાટો: બોલેરોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹7.13 લાખનો દારૂ ઝડપાયો

user 2 29 March 2026
લખતર હાઇવે પર LCBનો સપાટો: બોલેરોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹7.13 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા મળેલી સૂચના અન્વયે LCB ટીમે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે.

વિરમગામ-લખતર હાઇવે પર ભાસ્કરપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ બોલેરો કેમ્પર ગાડીને અટકાવી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી ખાલી જણાતી હતી, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં બનાવેલા ખાસ ‘ચોર ખાના’ (ગુપ્ત ખાના) મળી આવ્યા હતા. જેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Join Our WhatsApp Group

LCB પીઆઈ જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે ₹2,03,500ની કિંમતની ઇંગ્લિશ દારૂની 740 પ્લાસ્ટિક બોટલો કબજે કરી છે. આ સાથે જ ₹5,00,000ની કિંમતની બોલેરો ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ ₹7,13,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી આરોપી વિલાલખાન અરબાબખાન રાહુમાની ધરપકડ કરી છે. જોકે, દારૂનો જથ્થો મંગાવનાર જુના દેવળીયાનો વિજયભાઈ પટેલ અને અન્ય એક અજાણ્યો શખ્સ પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા.

આ સફળ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ સહિતના સ્ટાફ મેમ્બરો જોડાયા હતા. પકડાયેલા આરોપી વિરુદ્ધ લખતર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાઇવે પર ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરવાના આ કીમિયાને નિષ્ફળ બનાવી પોલીસે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચલાવી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રાની ચુલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ.1.22 લાખનો દારૂ ઝડપાયો
Next: સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરતા SOG એ એક શખ્સને દબોચ્યો

Related News

LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026
LAKHTR ACC N

લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

User 3 11 May 2026
LAKTR N

લખતરમાં રેન્જ આઈ.જી.ની ટીમનો દરોડો: રહેણાંક મકાનમાંથી 30 લાખનો દારૂ ઝડપાયો

User 3 8 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add