Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતર શહેરમાં રખડતા ઢોર (Stray Cattle) અને આખલાઓનો ત્રાસ હવે હદ બહાર વધી ગયો છે. હાઇવે અને મુખ્ય બજારો વચ્ચે પશુઓના જમાવડાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો સતત અકસ્માત (Accident) ના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

દરમિયાન આજે લખતર-વિરમગામ હાઇવે (Lakhtar-Viramgam Highway) પર બે આખલાઓ વચ્ચે ખેલાયેલા હિંસક જંગને કારણે કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા (Traffic System) ખોરવાઈ ગઈ હતી અને હાઈવે પર ભારે અફરાતફરી સાથે નાસભાગ મચી ગઈ હતી.

Join Our WhatsApp Group

લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે તેમજ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ (Petrol Pump) નજીક અચાનક બે માતેલા આખલાઓ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

આખલાઓ લડતાં-લડતાં જાહેર રોડની અધવચ્ચે આવી જતાં હાઇવે પરથી પસાર થતી બસો, ટ્રકો અને બાઇક ચાલકોના વ્હીલ થંભી ગયા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના દુકાનદારો (Shopkeepers) અને રાહદારીઓ પણ જીવ બચાવવા ભાગ્યા હતા.

રસ્તા પર ઉભેલા વાહનો સાથે આખલાઓ ધડાકાભેર અથડાતાં અનેક વાહનોને મોટું નુકસાન (Damage) થયું હતું અને અકસ્માતનો મોટો ખતરો સર્જાયો હતો.

લખતરમાં રખડતા પશુઓ દ્વારા લોકોને અડફેટે લેવાના બનાવો અવારનવાર બને છે. આ ગંભીર સમસ્યા અંગે થોડા સમય પહેલા જ લખતરના જાગૃત ગ્રામજનો દ્વારા મામલતદાર (Mamlatdar) ને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા કડક માંગ કરવામાં આવી હતી.

આમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર (Local Administration) દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે જ આજે લખતરની જનતા અને મુસાફરોએ કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડી છે, ત્યારે હવે તંત્ર જાગશે કે કોઈ મોટી હોનારતની રાહ જોશે? તેવો ઉગ્ર સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Lakhtar Mamlatdar (લખતર મામલતદાર)

Post navigation

Previous: સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ: અગરિયાઓ અને શ્રમિકોના બાળકો માટે ખાસ મોબાઈલ વાન દોડાવાઈ
Next: લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026
LAKHTR ACC N

લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

User 3 11 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add