Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને મૂળી તાલુકાના જસાપર, હેમતપર, નળીયા અને નવાણીયા ગામોના તળાવો ખાલી થઈ જતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા. આ ગામોના રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે માંગ કરવામાં આવી હતી.

આ સમસ્યા અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (Surendranagar Jilla Panchayat)ના સિંચાઈ વિભાગના ચેરમેન રાજુ કરપડા (Raju Karpada) દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Group

આ રજૂઆતના પગલે તંત્ર દ્વારા ચારેય ગામોના તળાવ ભરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

આ યોજના હેઠળ ધોળીધજા ડેમથી મોરસલ ફીડર લાઈનની આજુબાજુ 7 km ના વિસ્તારમાં આવેલા તળાવોને પાઈપલાઈન મારફતે ભરવામાં આવશે. આ નિર્ણય બાદ ટૂંક સમયમાં જ સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે.

તળાવો ભરાઈ જવાથી આગામી દિવસોમાં પીવાના પાણી, સિંચાઈ અને માલ-ઢોર માટે પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. મંજૂરી મળતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dholidhaja Dam (ધોળીધજા ડેમ) Hematpar Village (Ta. Muli) હેમતપર ગામ (તા.મુળી) Jasapar Village (Ta. Muli) જસાપર ગામ (તા.મુળી) Naliya Village (Ta. Muli) નળીયા ગામ (તા.મુળી) Navaniya Village (Ta. Muli) નવાણીયા ગામ (તા.મુળી) Raju Karapada (રાજુ કરપડા) Surendranagar Jilla Panchayat (સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો
Next: ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Related News

Gambling Raid

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 23 August 2026
muli-police-recovers-vehicles-in-five-crore-fraud-case

મુળીના ઉમરડા ગામે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને મુળી પોલીસે વાહનો પરત અપાવ્યા

surendranagarupdate1@gmail.com 12 August 2026
Muli Har Ghar Tiranga

મુળીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

surendranagarupdate1@gmail.com 12 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add