Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક એન્કાઉન્ટર કેસમાં નવો મોટો વણાંક આવ્યો છે.
પાટડી કોર્ટે SIT ની સી-સમરી ફગાવી દઈ તત્કાલીન PSI વી. એન. જાડેજા સહિત 07 પોલીસ કર્મચારીઓને હાજર થવા આદેશ આપ્યો હતો.
જોકે, તપાસ અધિકારી DySP જુગલ પુરોહિત અને આરોપીઓના વકીલે આ હુકમ સામે ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી વચગાળાનો સ્ટે મેળવ્યો હતો.
આ વચગાળાના સ્ટે સામે ફરિયાદીના વકીલ પુનિત દવેએ કોર્ટમાં ઉગ્ર રજૂઆતો સાથે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ફરિયાદીને સાંભળ્યા વિના આપેલો સ્ટે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું હનન છે.
FSL રિપોર્ટ મુજબ સરકારી હથિયારોમાંથી ફાયરિંગ થયું હતું અને પોલીસના દાવા મુજબ ધારિયા પર લોહીના કોઈ નિશાન મળ્યા ન હતા, જેના આધારે જ પાટડી કોર્ટે સી-સમરી રદ કરી હતી.
ફરિયાદી પક્ષની મજબૂત રજૂઆતો અને દલીલો બાદ ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે તમામ પક્ષોને સાંભળીને હવે આ મામલે આગામી 2 સપ્ટેમ્બરના રોજ આખરી નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચોઃ પાટડીના ગેડિયા એન્કાઉન્ટર કેસમાં કોર્ટે SITની સી-સમરી ફગાવી, PSI સહિત 7 પોલીસકર્મીને હાજર કરવા સમન્સ
