Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રાની ચુલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ.1.22 લાખનો દારૂ ઝડપાયો

user 2 29 March 2026
ધ્રાંગધ્રાની ચુલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ.1.22 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની ટીમે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસ સ્ટાફ જ્યારે ચુલી ચેકપોસ્ટ નજીક કાર્યરત હતો, ત્યારે એક શંકાસ્પદ કાર પસાર થતા તેને અટકાવીને તલાશી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન કારમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 94 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 1,22,200 રૂપિયા આંકવામાં આવી છે.

Join Our WhatsApp Group

પોલીસે ઘટનાસ્થળેથી દારૂના જથ્થા સાથે કાર ચાલક નરેન્દ્રભાઈ મૂળજીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 3,00,000 રૂપિયાની કાર અને દારૂ સહિત કુલ 4,22,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જોકે, આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ જયેશભાઈ મૂળજીભાઈ રાઠોડ પોલીસને હાજર મળી આવ્યો ન હતો. ધ્રાંગધ્રા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસની આ કામગીરીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર: જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીનું અજરામર ટાવર ફાયર સ્ટેશનમાં હંગામી સ્થળાંતર
Next: લખતર હાઇવે પર LCBનો સપાટો: બોલેરોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹7.13 લાખનો દારૂ ઝડપાયો

Related News

DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

User 3 20 May 2026
DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

User 3 20 May 2026
DD KHEDUT N

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો આક્રોશ: 12 મુદ્દાની માંગ સાથે આંદોલનની ચીમકી

User 3 18 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add