Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Road Corruption
  • કોન્ટ્રાક્ટર નીલકંઠ પટેલ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરાતો હોવાનો વીડિયો વાયરલ
  • પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પદ્માબેન મકવાણાએ TDOને કરી લેખિત રજૂઆત
  • તાલુકા વિકાસ અધિકારી પીયૂષ રાવતે તાત્કાલિક કામ બંધ કરાવી એન્જિનિયરને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો

Lakhtar Road Corruption | લખતર તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર લાઇન અને અન્ય વિકાસના કામોમાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત લખતર શહેરની લખતરિયા શેરીમાં ચાલી રહેલા સી.સી. રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો મામલો ગરમાયો છે.

​નિયમોના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ, લખતરિયા શેરીમાં ચાલી રહેલા આ સીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટરે તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. નિયમ મુજબ બે સીએમ (CM) ફ્લોરિંગ ગોળામાં ૬ થેલી સિમેન્ટનો માલ બનાવવાનો હોય છે, તેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ૧ જ થેલી સિમેન્ટ, ૪૦ એમએમની ગુણવત્તાયુક્ત કપચીના બદલે રેફા વાળી ૭ બકેટ કપચી અને ૩ બકેટ રેતી નાખીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો.
એક જાગૃત નાગરિકે મટીરીયલ મિક્સ થઈ રહ્યું હતું તે જગ્યાએ પહોંચી વીડિયોગ્રાફી કરતા આ સમગ્ર ભ્રષ્ટાચાર કેમેરામાં કેદ થયો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સિવાય રોડની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે PCC કામમાં ૪ ઇંચની જગ્યાએ માત્ર ૨ ઇંચ જેટલી જ થીકનેસ (જાડાઈ) આપીને લોલમલોલ કામગીરી કરાઈ રહી હતી.
​પોતાની ગ્રાન્ટના રોડમાં ભ્રષ્ટાચાર જોઈ પૂર્વ સદસ્ય લાલઘૂમ
આ રોડ લખતર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પદ્માબેન મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન સ્થાનિક લોકોની સુવિધા માટે પોતાની ગ્રાન્ટમાંથી મંજૂર કરાવ્યો હતો. જ્યારે તેઓને આ નબળી કામગીરીની ખબર પડી ત્યારે તેઓ રૂબરૂ દોડી આવ્યા હતા. પદ્માબેન દ્વારા મટીરીયલ બાબતે પૂછપરછ અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર નીલકંઠ પટેલ ઉશ્કેરાઈ ગયો હતો. ભ્રષ્ટાચાર છતો થવા છતાં કોન્ટ્રાક્ટરે પૂર્વ સદસ્યને ધમકી આપતા બેફામ બોલ્યો હતો કે, “તમારાથી થાય તે કરી લો, હું તો એક જ સિમેન્ટની થેલી નાખીશ.”
​TDO દ્વારા કામ બંધ કરાવવા આદેશ
કોન્ટ્રાક્ટરની દાદાગીરી અને નબળા કામને પગલે પદ્માબેન મકવાણાએ તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી (TDO) પીયૂષ રાવત અને તાલુકા બાંધકામ એન્જિનિયરને લેખિત અરજી કરી કડક પગલાં ભરવા માંગ કરી હતી. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ TDO પીયૂષ રાવત તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને ટેલિફોનિક જાણ કરીને કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધું હતું. સાથે જ બાંધકામ વિભાગના એન્જિનિયરને સ્થળ તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડક સૂચના આપી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Lakhtar TDO (લખતર ટીડીઓ)

Post navigation

Previous: લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા
Next: મુળીના વાગડીયામાં વાજબી ભાવની 3 દુકાનમાં ચેકિંગ, અનાજના 50 કટ્ટાનો ગોટાળો ઝડપાયો

Related News

Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026
LAKHTR ACC N

લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

User 3 11 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add