Wadhwan

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક મહોત્સવ અંગે માહિતી આપવા માટે આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને પરમ પૂજ્ય કોઠારી મુકુંદરામદાસજીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કથામાં વિશ્વવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) વ્યાસપીઠ પર બિરાજી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દૂર-દૂરથી આવતા હજારો ભક્તોની સુવિધા માટે કોઠારીયા ધામ ખાતે વિશાળ કથા મંડપ અને ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હાલમાં આ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

11 hours ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

11 hours ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

11 hours ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

11 hours ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

12 hours ago

વઢવાણના વસ્તડી પાસે ટેન્કરમાંથી રૂ. 95 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું…

12 hours ago