Patdi

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી જમીનો પર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરીને મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે.

આ અંગે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યાં આ ખનન ચાલી રહ્યું છે તેની તદ્દન નજીક જ વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ્ય આવેલું છે.

સુરક્ષિત વિસ્તાર હોવા છતાં દિવસ-રાત જેસીબી અને ડમ્પરો દ્વારા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ ડમ્પર અને ભારે વાહનો લઈ જવા માટે ખેતરોની નજીકથી ગેરકાયદેસર રસ્તાઓ બનાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.

તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સરકારી જમીનનું ધોવાણ થવાથી પર્યાવરણને પણ મોટું જોખમ ઊભું થયું છે.

ગ્રામજનોએ માંગ કરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખાણ ખનીજ વિભાગ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરે. જો આગામી દિવસોમાં આ ખનન બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago