Patdi

દસાડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ 80ની લાંચ સ્વીકારે તે પહેલા જ ACB ત્રાટકી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દસાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ મેમકીયા રૂ. 80,000ની લાંચની માંગણી કરતા અમદાવાદ ACBના હાથે ઝડપાઈ ગયા છે. હેડ કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારે તે પહેલા જ ACBની ટીમે તેને દબોચી લીધો હતો. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા માર ન મારવા અને અન્ય કોઈ કેસોમાં ફરિયાદીનું નામ ન ખોલવા માટે હેડ કોન્સ્ટેબલે 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો. ACBના પી.આઈ. એન.બી. સોલંકી અને તેમની ટીમે દસાડા ખાતે આવેલા વી.એમ. વે-બ્રીજ પાસે છટકું ગોઠવ્યું હતું.

19 માર્ચ 2026ના રોજ ગોઠવાયેલા આ છટકામાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈએ ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી. જોકે, કોઈ કારણોસર તે રકમ હાથમાં લે તે પહેલા જ સતર્ક ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર લાંચ પ્રકરણમાં અન્ય એક બદલી થયેલા પોલીસ કર્મચારી અને કથિત વહીવટદારની સંડોવણી હોવાની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં એસીબી દ્વારા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપને કારણે દસાડા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago