સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટા (Climate Change) અને ભારે પવન (Strong Winds) સાથેના માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. વઢવાણ તાલુકામાં વાવાઝોડા (Cyclonic Storm) જેવી સ્થિતિ સર્જાતા જીરું, વરિયાળી, ઘઉં અને ચણા જેવા તૈયાર પાકોને ભારે નુકસાન (Crop Damage) પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પવન એટલો તેજ હતો કે ખેતરમાં કાપીને રાખેલા ચણાના પાથરા એક ખેતરેથી બીજા ખેતરે ઉડી ગયા હતા.
આ કુદરતી આફતને પગલે વઢવાણ માર્કેટિંગ યાર્ડ (Wadhwan Marketing Yard) દ્વારા સાવચેતીના પગલે ટેકાના ભાવે (Support Price) થતી તુવેરની ખરીદી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યાર્ડના સેક્રેટરી રાજુભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ખેડૂતોની જણસ સુરક્ષિત રહે તે માટે ઘઉં અને શાકભાજીની હરાજી શેડ (Shed) નીચે કરવા સૂચના અપાઈ છે. તૈયાર પાક લણણીના સમયે જ વરસાદ અને પવન આવતા ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના સર્વે (Survey) અને વળતરની માંગ કરી રહ્યા છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…