Categories: Uncategorized

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

સુરેન્દ્રનગર : જીલ્લામાં આવનારા દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાણાકીય વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લાની આંગડીયા પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓએ સંયુક્ત રીતે મીટીંગ યોજી હતી. તહેવારોમાં રોકડ રકમની હેરફેર વધતી હોવાથી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.પેઢી સંચાલકોને સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને તાત્કાલિક પોલીસને જાણ કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે પણ તહેવારો દરમિયાન આંગડીયા પેઢીના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની અને ગુપ્ત નિરીક્ષણ હાથ ધરવાની ખાતરી આપી હતી.

jeet

Recent Posts

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

19 hours ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

19 hours ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

19 hours ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

19 hours ago

કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા

Chemical Theft Scam | સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં અને…

20 hours ago

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

Muli APMC Election | મુળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Muli APMC)ની સામાન્ય ચૂંટણીમાં ભારે રાજકીય…

23 hours ago