સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં સમઢીયાળા અને કોરડા વચ્ચે આવેલા ચોર તળાવ પાસેથી Surendranagar SOG પોલીસે એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી.
પોલીસે યુવકની તલાશી લેતા તેની પાસેથી રૂ.20,000 ની કિંમતની ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી. હથિયાર જપ્ત કરીને પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા આરોપીનું નામ જયરાજસિંહ દીપાભાઇ મોરી (રહે. મોજીદડ) હોવાનું સામે આવ્યું છે. યુવક આ ગેરકાયદેસર પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કયા ઈરાદાથી સાથે રાખીને ફરી રહ્યો હતો તે દિશામાં Surendranagar SOG દ્વારા વધુ તપાસ અને પૂછપરછ ચાલુ કરવામાં આવી છે.
