Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડાના ચચાણામાં તળાવમાં નાહવા પડેલા 14 વર્ષના કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત

user 2 5 April 2026
Surendranagar Update New Logo

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જયકિશન મનજીભાઈ મકવાણા નામનો કિશોર ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. તેને તરતા આવડતું ન હોવા છતાં તે પાણીમાં ઉતર્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

Join Our WhatsApp Group

આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને સમગ્ર ચચાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ચુડા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની આર.આર. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલ અને તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વધુ એક ઘટનાએ તંત્ર અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાન કોર્ટનો મહત્વનો ચુકાદો: હદપારીના હુકમનો ભંગ કરનાર આરોપીને 1 વર્ષની કેદની સજા
Next: વઢવાણના વસ્તડી પાસે ટેન્કરમાંથી રૂ. 95 લાખનો દારૂ ઝડપાયો

Related News

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

user 2 22 March 2026
ચુડા 108ની સમય સૂચકતાથી માતા,નવજાત શિશુનો બચાવ

ચુડા 108ની સમય સૂચકતાથી માતા,નવજાત શિશુનો બચાવ

user 2 12 March 2026
pgvcl-mega-power-checking chuda bhanejada village

ચુડાઃ ભાણેજડા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત 20 ટીમોનું મેગા વીજ ચેકિંગ, લાખોનો દંડ

surendranagarupdate1@gmail.com 9 March 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add