Vejalka Liquor Raid | લીંબડી DySP વી. એમ. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસે ચુડા તાલુકાના વેજલકા ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
ડેમ નજીક રામસંગ કરસનભાઈ સીતાપરા પોતાની જમીનમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1000 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત રૂ. 25,000) અને 150 લિટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. 30,000) મળીને કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે રામસંગ સીતાપરા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચુડા પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.
