Illegal Slaughterhouse | સુરેન્દ્રનગરના રતનપર (Ratanpar) વિસ્તારમાં આવેલી ફકીર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર જોરાવરનગર પોલીસે (Joravarnagar Police) દરોડો પાડ્યો હતો.
બાતમીના આધારે પડેલા આ દરોડામાં પોલીસે સ્થળ (Illegal Slaughterhouse) પરથી અંદાજે 50 kg પશુઓનું માંસ (કિંમત રૂ. 6000), લોખંડના કોયડા, 4 છરા, સળિયા અને વજનકાંટો મળી કુલ રૂ. 7000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી ઇબ્રાહિમભાઈ ગુલામહૈદરભાઈ શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં તેના અન્ય બે ભાઈઓ મુનિરભાઈ અને જુનેદભાઈની પણ સંડોવણી બહાર આવી છે.
જોરાવરનગર પોલીસે (Joravarnagar Police) ત્રણેય શખ્સો સામે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
